Akila Samachar Gujarati News icon

Akila Samachar Gujarati News

2 for Android
3.0 | 50,000+ Installs

စ်ာန္လင္း ထူး

Description of Akila Samachar Gujarati News

Latest news from Saurashtra's top evening daily newspaper. Get the latest news from Saurashtra cities like:
- Rajkot News
- Jamnagar News
- Bhavnagar News
- Junagadh News
- Porbandar News
- Dhoraji News
- Jetpur News
- Gondal News
- Kutch News
કલમ અને કિ-બોર્ડની કમાલ:-
રબારિકાથી અમેરિકા સુધીના સમાચારોનો ધોધ વહાવતા અકિલાના ભુતકાળ વર્તમાન-ભવિષ્‍યની ઝલક કાઠિયાવાડી પત્રકારત્‍વના ઇતિહાસમાં ઝવેરચંદ મેઘાણીની ખુમારી અને મહાત્‍મા ગાંધીજીનું સત્‍ય ધરબાયેલા છે. અઢી-ત્રણ દાયકા પુર્વે ખબર જગતમાં સવારના દૈનિકોનું સામ્રાજય સ્‍થપાયેલું હતું. ૧૯૭૮ ની સાલમાં ‘અકિલા'નો પ્રારંભ થયો અને કાઠિયાવાડમાં સાંધ્‍ય પત્રકારત્‍વનો યુગ શરૂ થયો. ‘અકિલા'એ વિચાર નવો આપ્‍યો, પણ ખુમારી અને સત્‍યની પરંપરા જાળવી રાખી. આજે ‘અકિલા' કલમ-કિબોર્ડની કમાલથી સૌરાષ્‍ટ્રના અંતરિયાળ રબારિકા જેવા ગામડાથી અમેરિકા સુધી છવાઇ ગયું છે. સોનેરી ભવિષ્‍યની કલ્‍પના જેટલી સુખદ છે એટલું જ એનું નિર્માણ કપરૂ છે. વિચારોના આકાશમાં કલ્‍પનાના ઇન્‍દ્રધનુષ ટીંગાડવા સરળ છે પણ જીવન પ્રાંગણમાં પ્રતિષ્‍ઠિત કરવાનું કઠીન છે. કર્તૃત્‍વની પાષાણરાહોથી પસાર થઇને ‘અકિલા'ને નિર્માણની મંઝીલે પહોંચાડવામાં પૂ. બા-બાપુજીના આશીર્વાદથી ગણાત્રા પરિવારની બંધુ ત્રિપૂટી શ્રી કિરીટભાઇ, શ્રી અજીતભાઇ અને શ્રી રાજેષભાઇને સફળતા મળી છે. યુવા ધરોહર શ્રી નિમિષ ગણાત્રા પણ એજ માર્ગે છે. ‘‘અખબાર કદી સાંજનું હોય શકે''? એવો પ્રશ્ન સહજ હતો ત્‍યારે ઉદાત વિચાર, પ્રશસ્‍ત આચાર અને પ્રસન્ન વ્‍યવહારના અજવાળા વચ્‍ચે અકિલાના ઉજ્જવળ ભવિષ્‍યની કલ્‍પના સાકાર થવાના શ્રી ગણેશ થયેલ. આજે તે સ્‍વપ્‍ન સંપૂર્ણ સાચુ બન્‍યુ છે. પડકારોની સાથે પ્રિત કરીને જીતની નવી રીત અકિલાએ ઉજાગર કરી છે. પ્રારંભથી જ પર્યંત અનેક કસોટીમાંથી પાર ઉતર્યા છીએ. સ્‍પર્ધાની તોફાની હવામાં અકિલા એકધારી પ્રગતિના માર્ગે અણનમ રહ્યું છે. વરસે ભલે વાદળી ને વાયુ ભલે વાય, અકિલાના સિધ્‍ધાંતોનો દીવડો તો'ય ન બુઝાય... ૧૯૯૦ના વર્ષ બાદ ‘અકિલા'એ કાઠુ કાઢયું, પરંતુ પત્રકારત્‍વ ક્ષેત્રે ગણાત્રા પરિવાર આઝાદીકાળથી સેવારત છે. ‘અકિલા'ના વર્તમાન તંત્રી શ્રી અજિતભાઇ ગણાત્રાના પિતાશ્રી ગુણવંતરાય લાલજીભાઇ ગણાત્રા (બાબુભાઇ ગણાત્રા)એ ‘જય સૌરાષ્‍ટ્ર' અખબારના તંત્રી પદે રહી, આઝાદી જંગ વેળાએ અંગ્રેજી શાસન સામે કલમની તાકાત દેખાડી નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી. આ પૂર્વે શ્રી અજિતભાઇ ગણાત્રાના દાદા સ્‍વ. શ્રી લાલજીભાઇ ગણાત્રાએ ‘લોહાણા હિતેચ્‍છુ' અખબારની સ્‍થાપના કરીને જ્ઞાતિમાં જાગૃતિ અભિયાન છેડેલું. આ કલમ વારસો ત્રીજીચોથી પેઢીએ ‘અકિલા' સ્‍વરૂપે દેશ-દુનિયામાં છવાઇ ગયો છે. કોઇ વાદ-વિચારસરણીમાં પડયા વગર પ્રજાવાદના મંત્રને વરેલું ‘અકિલા' કોઇની શેહ-શરમ વગર બેધડક સમાચારો પ્રકાશિત-પ્રસારિત કરી રહ્યું છે. કચ્‍છ-કાઠિયાવાડીઓના દિલોદિમાગમાં ‘અકિલા' સ્‍વજન બનીને વસી ગયું છે. ‘ઇન્‍ડિયન એકસપ્રેસ', ‘ટાઇમ ઓફ ઇન્‍ડિયા', ‘દિવ્‍ય ભાસ્‍કર', ‘સંદેશ', ‘ગુજરાત સમાચાર' જેવા મોટા ગજાનાં સવારના અખબારોએ પોતાની લવાજમ યોજનાની જાહેર ખબરો ‘અકિલા'ને આપી છે. ‘અકિલા' માત્ર સમાચાર પત્ર જ નહિ, સતત ધબકતી સંસ્‍થા પણ છે. લોકો પોતાના વ્‍યકિતગત પ્રશ્નો લઇને આવે છે., ‘અકિલા' તેના ઉકેલ માટે સંનિષ્‍ઠ પ્રયાસો કરે છે. ખાસ વધારો એ ‘અકિલા'ની આગવી વિશેષતા છે. ઉપરાંત ‘અકિલા'એ સ્‍વદેશી વિચાર આત્‍માસાત કર્યો છે. ઓફસેટ પ્રિન્‍ટિંગ મશીન માત્ર મેઇડ ઇન ઇન્‍ડિયા નહિ, મેઇડ ઇન રાજકોટ છે ! ઘર આંગણે પોતાની મિલમાં ઉત્‍પાદિત થતા કાગળમાં ‘અકિલા' પ્રકાશિત થાય છે. આ હતી અકિલાની હાર્ડ કોપીની ઝલક.
‘અકિલા'નું ખરૂ ઘડતર દેશ-વિદેશમાં પથરાયેલા લાખો વાચકોએ કર્યુ છે, ગુજરાતીઓના અનરાધાર પ્રેમથી ‘અકિલા' છલકી રહ્યુ છે. અંતમાં ‘અકિલા' પરિવાર ખાતરી આપે છે કે પૃથ્‍વી પર પથરાયેલા ગુજરાતીઓના પ્રેમના બળે ‘અકિલા' બમણા જોરથી હરહંમેશ વરસતું જ રહેશે.
Note: News has been taken from their official website.

What's New with Akila Samachar Gujarati News 2

- Bug Fixes
- New News module Added
- Complete New look for better Navigation

Information

  • Category:
    News & Magazines
  • Latest Version:
    2
  • Updated:
    2017-03-24
  • File size:
    3.9MB
  • Requirements:
    Android 4.1 or later
  • Developer:
    စ်ာန္လင္း ထူး
  • ID:
    com.kkz.akila
  • Akila Samachar Gujarati News
    Akila News 1
    4.2MB
    2016-02-15
    APK
    Picture